અમદાવાદ

અમદાવાદના રેલવે સ્ટેશન પર કોરોના વિસ્ફોટ…

4 ટ્રેનોમાંથી 42ને કોરોના પોઝીટીવ.

અમદાવાદમાં પહેલાથીજ કોરોના નો હાહાકાર છે. શહેરમાં આજે 42 મુસાફરો કોરોના સંક્રમિત થયા હોવાનો સામે આવ્યું છે. કાલપુર રેલ્વે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોમાં મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

હાવડા એક્સપ્રેસમાં 22 પોઝિટીવ,રાજધાની એક્સપ્રેસમાં 11,ગોરખપુર એક્સપ્રેસમાં 6 કેસ, મુઝફ્ફરપુર સ્પે.ટ્રેનમાં 3 કેસ સામે આવ્યા છે. 23 કોરોના દર્દીઓને સાબરમતી કોવિડ સેન્ટરમાં મોકલાયા છે, જ્યારે 19 દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. એએમસી દ્વારા ટ્રેનમાં આવતા મુસાફરોનું ફરજીયાત કોરોના ચેકિંગ કરાઈ રહ્યું છે. ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે. કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગના 14મા દિવસે કુલ 4 ટ્રેનના 2442 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં કુલ 42 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close