
કોરોના ધીરે ધીરે ભારતમાં તેની ધાક જમાવતો જાય છે અને એવામાં લોકોમાં કોરોના સંક્ર્મણનો ડર ઘટતો જતો હોય છે એવું લાગી રહ્યું છે. છેલ્લી 24 કલાકમાં ભારતમાં 83 હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે અને ગુજરાતમાં પણ કોરોના સંક્ર્મણના દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે.
ગઈકાલે ગુજરાતમાં કોરોના વાયરસના 1,325 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,126 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 16 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,064 થયો છે.
વાત કરીએ જિલ્લા લેવલના સંક્ર્મણની તો છેલ્લી 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 272 કેસ નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 16,131 છે. ગુરુવારે રાજ્યમાં કુલ 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો મુજબરાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 272, અમદાવાદમાં 166, વડોદરામાં 134, રાજકોટમાં 135, જામનગરમાં 115, ભાવનગરમાં 58, ગાંધીનગરમાં 39,ગીર સોમનાથ, કચ્છમાં 14-14, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં 12-12, નર્મદા, નવસારી, સાબરકાંઠામાં 9-9, છોટા ઉદેપુર, ડાંગમાં 7-7, બોટાદમાં 6 અને પોરબંદરમાં 1 પંચમહાલમાં 32, બનાસકાંઠામાં 30, અમરેલીમાં 29, ભરૂચ, જૂનાગઢમાં 27, પાટણમાં 26-26, મોરબીમાં 24, મહેસાણામાં 23, સુરેન્દ્રનગરમાં 22, દાહોદમાં 18, તાપીમાં 16, આણંદમાં 15, ગીર સોમનાથ, કચ્છમાં 14-14, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં 12-12, ખેડા-વલસાડમાં 10-10, મહીસાગર, સહિત કુલ 1325 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ સ્વામીનારાયણ મંદિર (BAPS) ના સાધુ-સંતો અને કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં કુલ 150 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 28 લોકો પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. સાધુ સંતો પોઝિટિવ આવતા તેમને ક્વોરન્ટીન કરવા અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે સંતોને અનેક લોકો મળી ચુક્યા છે.