
- સૌરાષ્ટ્રનું રંગીલું રાજકોટ હવે ધીરે ધીરે ફિક્કું પાડવા લાગ્યું છે
- સૌરાષ્ટ્રના કોરોના હબ કહેવાતા રાજકોટમાં આવેલ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા ઉપરાંત બીજા 14 લોકો કોરોના સંકર્મિત
- રાજકોટના લોકો આ સાંભળ્યા બાદ ચઢ્યા છે ચકરાવે
થોડા દિવસો પહેલા જ એક મોટા સમાચાર આવ્યા હતા કે રાજકોટમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો. જયેશ રાડદિયા અઢળક લોકોના સંપર્કમાં આવ્યા હતા. એમનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
પણ હવે એક સમાચાર આવી રહ્યા છે કે રાજકોટમાં કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે.જયેશ રાદડિયા સાથે અનેક લોકોએ મુલાકાત કરી હતી, અનેક લોકો તેમના સંપર્કમા આવ્યા હતા. આ વાતની અસર હવે દેખાવવા લાગી છે. રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા કોરોના સંક્રમિત બન્યા બાદ બેંકના જ 14 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા લોકો હવે ચકરાવે ચઢ્યા છે. રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ 14 કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.બેંકમાં કોરોના વિસ્ફોટ થતાં ખેડૂતોની બેંકમાં અનેક કર્મચારોના રિપોર્ટ કરવામાં આવ્યા છે. અનેક લોકો આ કર્મચારીઓના સંપર્કમાં પણ આવ્યા હશે.
રાજકોટનું તંત્ર આ ખબર સાંભળતા હવે ઉપાધિમાં મુકાયું હોય એવું લાગી રહ્યું છે.