
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,53,21,089 થયો છે. જેમાંથી 1,31,08,582 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જ્યારે 20,31,977 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 1761 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,80,530 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 12,71,29,113 લોકોને રસી આપવામાં આવી છે.
બીજી તરફ, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 19 એપ્રિલ સુધી દેશભરમાં 26,94,14,035 કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે 15,19,486 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 58,924 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપને કારણે 351 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 68,631 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. રાજ્યમાં કોરોનાના કેસ વધીને 38,98,262, જ્યારે મૃત્યુઆંક વધીને 60,824 પર પહોંચી ગયો છે.

ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. હૉસ્પિટલમાં બેડ નથી, ઑક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શન ની પણ અછત છે. અનેક રાજ્યમાં કોરોનાને કારણે અવ્યવસ્થાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ વચ્ચે સામાન્ય માણસ ફફડી ગયો છે. કોરોના સામે લડવા માટે હાલ વેક્સીનેસન પણ જોરશોરથી ચાલુ રહ્યું છે.