રાષ્ટ્રીય

ફારુખ અબ્દુલ્લા નું ફરી વિવાદિત નિવેદન..

ચીનની મદદથી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ થશે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ ફરી વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે, કાશ્મીરમાં ચીનની મદદથી કલમ 370 ફરી લાગુ થશે તેવી મને આશા છે.

અબ્દુલ્લાએ કહ્યુ કે, કલમ 370ને ફરી લાગુ કરવા માટે અને જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા માટે હું કટિબધ્ધ છું. સંસદના ચોમાસુ સત્રમાં પણ તેમણે 2019 પહેલાની સ્થિતિ બહાલ કરવા માટે માંગણી કરી હતી.

ફારુખની માંગણી હતી કે, “કાશ્મીરમાં જે સ્થિતિ છે તેના પર બોલવા માટે અમે સંસદ ભવનમાં સમય માંગ્યો હતો પણ અમને આ તક અપાઈ નહોતી. દેશની જનતાને ખબર હોવી જોઈએ કે કાશ્મીરમાં વાસ્તવિક સ્થિતિ કેવી છે.કાશ્મીરમાં હજી લોકો 2G ઈન્ટરનેટ વાપરે છે અને આખા દેશમાં લોકો પાસે 4Gની સુવિધાઓ છે. સરકાર બોલે છે કંઈક અને કરે છે કંઈક, કાશ્મીરમાં ગરીબી વધી ગઈ છે અને લોકો પાસે રોજગાર નથી.”

“જે રીતે ભારત ચીન સાથે વાતચીત કરે છે તે રીતે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવી જોઈએ.” ફારુખે લોકસભામાં કહ્યુ હતુ.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 − three =

Back to top button
Close