સતત ઓનલાઇન ગેમ રમતા બાળકને હાર્ટ એટેક આવતા મોત

ઓનલાઇન ગેમના વળગણના કારણે યુવાનોની માનસિક સ્થિતિ બગડી રહી છે. આ અંગેના આપણે ઘણા કિસ્સાઓ જોયા છે. એવી ઘટનાઓ પણ સામે આવી છે કે ગેમના વળગણના કારણે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વધારે એક આવી ઘટના સામે આવી છે. ઘટના છે ઇજિપ્તના મિશ્રની છે. જ્યાં 12 વર્ષનો એક બાળક કલાકોથી સતત એકધારો ઓનલાઇન ગેમ પબજી રમતો હતો. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત નિપજ્યું.

જ્યારે તેના માતા પિતા તેના રુમમાં પહોંચ્યા તો બાળક અચેત અવસ્થામાં પડ્યો હતો. તેમણે કહ્યું કે તેના મોબાઇલમાં તે સમયે પણ ઓનલાઇન ગેમ શરુ હતી.વચ્ચે તેણે વિરામ પણ લીધો નહોતો. આ આખી ઘટનામાં તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. બાળકના મોત બાદ મિશ્રમાં પબજી જેવી ગેમથી સાવધાન રહેવાનો ફતવો પણ જાહેર કરવામાં આવ્યો છે.આ ઘટના પરથી દરેક માતા પિતાએ શીખ લેવી જોઇએ. તેમના બાળકો મોબાઇલ પર શું કરે છે અને કેટલો સમય આવી ગેમ રમે છે તેનું ધ્યાન રાખવું જોઇએ.