રાષ્ટ્રીય

મોદીની હત્યાનું ષડયંત્ર ? NIAને મળ્યા ધમકીભર્યા ઇ-મેલ

NIA એ ગૃહમંત્રાલયને માહિતિ આપી: સુરક્ષા એજન્સીઓ સતર્ક

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની હત્યા વિશે મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી( NIA )ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે.

આ ઈમેઈલમાં ફકત ૩ શબ્દોનો ઉપયોગ થયો છે અને લખાયું છે કે Kill Narendra Modi. મીડિયા રિપોર્ટ મુજબ તેને લઈને NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અલર્ટ કરી દીધુ છે. પત્ર લખીને તેના વિશે જાણકારી પણ આપી છે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે SPGના આ જાણકારી આપી છે. SPG પર PMની સુરક્ષાની જવાબદારી હોય છે.

અત્રે જણાવવાનું કે હાલ ઈમેઈલના ક્ધટેન્ટની તપાસ શરૂ કરી દેવાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ NIAએ એક પત્ર લખીને PM મોદીની હત્યાની ધમકીવાળા ઈમેઈલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોતાના પત્રમાં લખ્યું છે કે NIAના એકE-mail I’d મળ્યું છે જેમાં કેટલાક ગણમાન્ય લોકોની હત્યાની વાત કરાઈ છે. E-mail માં રહેલા ક્ધટેન્ટ તેની પુષ્ટી કરે છે. અત્રે જણાવવાનું કે NIAએ પોતાના પત્ર સાથે E-mailના કોપી પણ જોડી છે. ગૃહ મંત્રાલયને NIAએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે ભલામણ પણ કરી છે.

અત્રે જણાવવાનું કે આ મેઈલ ગત ૮ ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો હતો. જેનાથી પ્રધાનમંત્રીના જીવન પર સીધુ જોખમ હોવાની વાત સામે આવી છે. જેને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જોખમ જોતા પીએમની સુરક્ષા વધુ કડક કરી દેવાઈ છે.

રિપોર્ટ મુજબ આ કેસમાં ગઈંઅએ પોતાના તરફથી કોઈ પણ પ્રકારની તપાસ કરી નથી. નોંધનીય છે કે ગઈંઅ અનેક પ્રમુખ સુરક્ષા એજન્સીઓના સંપર્કમાં છે. જેમાં RAW, ગુપ્તચર એજન્સી (IB), ડિફેન્સ ઈન્ટેલિજન્સના પ્રતિનિધિ સામેલ છે. આ ખુલાસો એવા સમયે થયો છે કે જયારે પીએમ મોદી પ્રત્યે નફરતની રણનીતિને પ્રોત્સાહન આપતા દુષ્પ્રચાર થઈ રહ્યો છે. આ ખુલાસા બાદ બહારના તત્વો અને આતંકી ગતિવિધિઓ વિરુદ્ઘ ચોક્કસાઈ વધારી દેવાઈ છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × two =

Back to top button
Close