ખંભાળિયામાં જર્જરિત પુલ મામલે કોંગ્રેસના ધરણા

ખંભાળિયા કોંગ્રેસ દ્વારા આજે બે કલાકના ધરણા કરવામાં આવ્યા હતા પુલ જર્જરિત હોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ત્યારે તંત્ર દ્વારા સમીક્ષા કર્યા વિના આ રૂટ પરથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણીઓએ કર્યો છે.

ખંભાળિયા શહેર કોંગ્રેસ દ્વારા આજે ખંભાળિયા માં ધરણા કરવામાં આવ્યા હતા ખંભાળિયાથી નજીક આવેલ ખંભાળિયા દ્વારકા હાઇવે પર આવેલ પુલ જર્જરિત હોઈ ભારે વાહનો હાલ પસાર થતા હોય પુલનું નિર્માણ કાર્ય થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જોખમી પુલ રાજાશાહી વખતનો હોઈ અને આ પુલ પરથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ તેવી શક્યતા હોય આજે ખંભાળિયા કોંગ્રેસ દ્વારા બે કલાકના ધરણા કાર્યક્રમ ખંભાળિયા શહેર કોંગ્રેસ દ્વારા ખામનાથ મહાદેવ પાસે આવેલ પુલ પાસે યોજવામાં આવ્યા હતા.

ભારે ખમ વાહનો અન્ય રસ્તાએથી ડાયવર્ટ કરવા માંગ પણ કરાઈ હતી 100 વર્ષ જુના પુલ પરથી ભારે વાહનો પસાર થતા હોય પુલ જર્જરિત હોઈ અકસ્માતનો ભય વધારે રહેલો હોઈ અધિકારીઓએ પૂલની સમીક્ષા કર્યા વિના નિર્ણય લીધો હોવાનો કોંગ્રેસ અગ્રણીઓનો આક્ષેપ છે ખંભાળિયા આસપાસ તમામ પુલ જર્જરિત હાલતમાં છે. ખંભાળિયા પોરબંદર રોડ હોઈ કે ખંભાળિયા-દ્વારક હાઇવે રોડ આ બંને રોડ પર વર્ષો જુના પુલ જર્જરિત હાલતમાં છે ત્યારે તંત્ર દ્વારા વાહનચાલકોની સલામતી ન જોખમાય તે રીતે ડાયવર્ઝન કાઢવામાં આવે અને આ તમામ જર્જરિત પુલોનું નિર્માણ કાર્ય વહેલી તકે કરવામાં આવે તે ખૂબ જરૂરી છે