કંપનીઓ કામદારો રાખવામાં કંજૂસ ૩૫% બેરોજગારી વધી,

દેશમાં કોરોનાવાયરસ ની મહામારીએ અર્થતંત્રને ધકેલી દીધું છે અને ધંધા–રોજગાર અને ઉધોગોમાં વધુ ને વધુ ચિંતાજનક સ્થિતિ નિર્માણ પામી રહી છે. ત્યારે વધુ એક અભ્યાસ રિપોર્ટમાં એવી હકીકત ખુલી છે કે દેશમાં છેલ્લા થોડાક સમયમાં જ ૩૫ ટકા જેટલી બેરોજગારી વધી ગઈ છે.મોટાભાગની કંપનીઓ કામચલાઉ ધોરણે કામદારો અને કર્મચારીઓ ને ભાડે રાખી રહી છે અને આર્થિક સંકટ બંને પર સતત વધી રહ્યું છે.
ભારતમાં મોટા ભાગની નાની અને મોટી કંપનીઓ કાયમી ધોરણે કામદારો કર્મચારીઓની ભરતી કરતી નથી પરંતુ કામચલાઉ ધોરણે કેટલાક કામદારો ને રાખવામાં આવ્યા છે.જૂન માસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૪૬ ટકા જેટલા કામદારોને કામ પર રાખવામાં આવ્યા હતા તેમાંથી કોઈ કાયમી નથી.
કામ ઠંડુ પડે કે તરત જ કામદારો ને રજા આપી દેવામાં આવે છે. અને તેને લઈને બેરોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે. રિપોર્ટમાં એ ઉલ્લેખ છે કે અર્થતંત્રના લગભગ દરેક સેકટરમાં ડિમાન્ડ ખૂબ જ ઓછી છે. માટે ઉત્પાદન વધતું નથી અને એટલા માટે કંપનીઓ દ્રારા કામદારોને કાયમી ધોરણે નોકરી પર રાખવામાં આવતા નથી.
રિપોર્ટમાં એવી આગાહી પણ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વધુ કેટલાક લોકોની રોજીરોટી છીનવાઇ જશે અને બેરોજગારી માં હજુ પણ ભારે ચિંતાજનક ઉછાળો આવી જવાનો છે