આંતરરાષ્ટ્રીય

ફ્રાંસમાં બે વિમાન વચ્ચે ટક્કર..

ટુરિસ્ટ પ્લેન અને માઈક્રો લાઈટ એરક્રાફ્ટ વચ્ચે ભીષણ ટક્કર, 5 લોકોના મોત

ફ્રાંસમાં એક મોટી વિમાની દુર્ઘટના સર્જાઈ હતી.લાઈટવેટ એરક્રાફ્ટ અને ટુરિસ્ટ પ્લેન વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મૃત્યુ થયા. સ્થાનિક સરકારી અધિકારી નાદિયા સેજિયરે કહ્યું કે 2 લોકોને લઈને જઈ રહેલા માઈક્રો લાઈટ એરક્રાફ્ટે સ્થાનિક સમય પ્રમાણે આશરે 4:30 વાગે, DA-40 પર્યટક ટુરિસ્ટ પ્લેનને ટક્કર મારી હતી.

આ પ્લેનમાં ત્રણ લોકો મુસાફરી કરતા હતા. ઘટના અંગે માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને એરફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 5 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. હવે કર્મચારી કાટમાળને હટાવી રહ્યા છે. ફ્રાંસ સરકારે આ ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =

Back to top button
Close