અમદાવાદગુજરાત

ધોરણ -12 સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર: માત્ર 1826 વિદ્યાર્થી પાસ

19724 વિદ્યાર્થીઓમાંથી 1826 વિદ્યાર્થી પાસ: એ બી ગ્રુપમાં પરીક્ષા આપનારા ત્રણેય વિદ્યાર્થી નાપાસ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો-12 સાયન્સની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે આ પરિણામ 9.26 ટકા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 19,724 વિદ્યાર્થીમાંથી 1826 વિદ્યાર્થી પાસ થયા છે. આ પરિણામમાં દિવ્યાંગ (ડિફરન્ટલી એબ્લડ) ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણોનો લાભ આપવામાં આવે છે. આ 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવનારા વિદ્યાર્થીની સંખ્યા 14 છે. અત્યંત મહત્વની વાત તો એ છે કે, એ, બી ગ્રૂપમાં કુલ 3 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી એકપણ ઉમેદવાર પાસ થઇ શક્યો નથી. સાયન્સ (Science Branch)માં પુરક પરીક્ષામાં પાસ થયેલા 1826 વિદ્યાર્થીને ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થઇ હોવાથી પ્રવેશનો લાભ મળી રહે તેમ છે. કારણ કે, સાયન્સ અને ઇજનેરી કોલેજમાં પણ પ્રવેશની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020ની લેવાયેલી ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કર્યા બાદ જે વિદ્યાર્થી બે વિષયમાં નાપાસ થયા હતા. તેમને પરિણામ સુધારવા માટે વધુ એક તક રૂપે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. ચાલુ વર્ષે 25મીથી 28મી ઓગસ્ટ વચ્ચે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 23,689 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી પરીક્ષામાં 19,724 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. આજે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં 1826 વિદ્યાર્થી પાસ જાહેર થતા 9.26 ટકા પરિણામ આવ્યું છે.

આ પરિણામની વિસ્તૃત વિગતો જોઇએ તો A ગ્રૂપમાં 4,639 વિદ્યાર્થી નોંધાયા હતા, જે પૈકી 3,483 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જાહેર થયેલા પરિણામમાં 428 વિદ્યાર્થી પાસ થતાં 12.29 ટકા પરિણામ આવ્યું હતું. જયારે B ગ્રૂપમાં 7,954 વિદ્યાર્થી પૈકી 6,700 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 504 પાસ થતાં 7.52 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થિનીઓનું પરિણામ જોઇએ તો A-ગ્રૂપમાં 886 પૈકી 677 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી જે પૈકી 114 પાસ થતાં A ગ્રૂપની વિદ્યાર્થિનીઓનું પરિણામ 16.84 ટકા જ્યારે ગ્રૂપ-Bમાં 10,197 પૈકી 8,861 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 780 પાસ થતાં 8.80 ટકા પરિણામ જાહેર થયું હતું. આમ, કુલ 23,689 પૈકી 19,724 વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને 1,826 પાસ થતાં કુલ પરિણામ 9.26 ટકા આવ્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + 2 =

Back to top button
Close