ચીન શેર તો મોદી સવા શેર- ભારત અને જાપાન ભેગા મળી ચીનને શીખવશે સબક

કોરોનાકાળમાં ચીન તેના પાડોશી દેશો સામે આડોળાઈ કરી રહ્યો છે. ભારતની સાથે સાથે જાપાન પણ ચીનની આવી હરકતોથી ખૂબ જ પરેશાન છે. આ બધા વચ્ચે ભારત અને જાપાન વચ્ચે એક ખૂબ મોટી સમજૂતી થઈ છે. અને એ સમજૂતીને કારણે ચીનના પસીના છૂટી જશે તેવી પરિસ્થિતીનું ખૂબ જલ્દી નિર્માણ થવા જઇ રહ્યું છે.

ભારત અને જાપાન બંને રાષ્ટ્રોના સશસ્ત્ર બળો વચ્ચેની અપૂરતી સેવાઓના પારસ્પરિક પ્રાવધાનને લઈને એક ખૂબ મોટી સમજૂતી થઈ છે. અને આ સમજૂતી ઉપર બંને દેશના રક્ષામંત્રીના હસ્તાક્ષર પણ થઈ ચૂક્યા છે.
ભારત તરફથી આ સમજૂતી ઉપર રક્ષા સચિવ ડો.અજય કુમાર એ અને ભારતમાં જાપાનના રાજદૂત સુજુકી સાતોષી એ હસ્તાક્ષર કર્યા છે. બંને દેશ આ સમજૂતીરહી ખૂબ જ ખુશ છે,પણ આ ખબર સાંભળીને ચીનના પસીના છૂટી ગયા છે.

રક્ષામંત્રીએ જણાવ્યુ છે કે, આ સમજૂતી ભારત અને જાપાનના સશસ્ત્ર બળોની વચ્ચેના અંતરને ઓછી કરવામાં મદદ કરશે જેના દ્વારા બંને દેશો વચ્ચે વિશેષ રણનીતિ અને વૈશ્વિક સાજેદારી વધશે.
જાપાનના રક્ષામંત્રી એ પણ જણાવ્યુ છે કે, એમને લાગે છે કે ચીનને તેના કાર્યો માટે દંડ અવશ્ય મળવો જોઈએ કારણકે તેને આંતરરાષ્ટ્રીય નિયમો અને માપદંડનું ખૂબ ખરાબ રીતે ઉલ્લંઘન કર્યું છે. ફક્ત ભારત,અમેરિકા અને જાપાન એ જ નહીં પણ વિશ્વના દરેક દેશે આ સમયે એક સાથે ઊભું રહીને ચીનને સબક શીખવાડવો જોઈએ.