આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનની નેવીને વધારે શક્તિશાળી બનાવવા માટે ચીને ભરપૂર પ્રયાસો શરુ કરી દીધા..

પાક નેવીને શક્તિશાળી બનાવવાના ચીનના પ્રયાસો, આઠ નવી સબમરિન આપશે.
ચીન પાકિસ્તાનને નવી આઠ સબમરિન આપવાનુ છે. આ સબમરિનનુ નિર્માણ ચીન અને પાકિસ્તાન ભેગા મળીને કરાચીના શિપયાર્ડમાં કરશે. મળતી જાણકારી અનુસાર આઠ પૈકીની પહેલી સબમરિન ચીનમાં બની રહી છે. અને 2021 સુધીમાં પાકિસ્તાનને ડિલિવર કરવામાં આવશે.

સબમરિન નિર્માણ માટે શીપયાર્ડમા જરુરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે આ ફેરફારો અંતિમ તબક્કામાં છે. પાકિસ્તાન અને ચીનની નૌ સેના એક બીજાની સાથે મળીને કામ કરે છે. તે વાત તો જાણીતી છે. સમયાંતરે બંને દેશની નેવીના જંગી યુધ્ધ જહાજો યુધ્ધાભ્યાસમાં જોડાયા હોય છે.