ગુજરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવનારા સમયમાં ગુંડાગર્દી છોડવી જ પડશે, નહી તો ગુજરાત છોડવું પડશે. હવે ગુજરાતમાં હવે ગુંડાગર્દી કરનારાઓની ખેર નથી. કારણ કે, હવેથી ગુંડાગર્દી કરનારાઓ પર કાયેદસરની કાર્યવાહી થશે અને તેમની મિલકત પણ ટાંચમાં લઈ શકાશે.