સ્પોર્ટ્સ

ચેન્નાઈએ પંજાબને 10 વિકેટે હરાવ્યું, ડુ પ્લેસિસ અને વોટસનના વાવાઝોડામાં ઊડી ગયું પંજાબ

ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ
વોટ્સન અને ડુ પ્લેસીસે લીગમાં ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા 2011માં મુરલી વિજય અને માઈક હસીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 159 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

શેન વોટસન ફોર્મમાં આવી ગયો
પંજાબે આપેલા 179 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર શરૂઆત અપાવી હતી. શેન વોટસન આખરે આઈપીએલ 2020મા ફોર્મમાં આવી ગયો છે. બંન્ને ખેલાડીઓએ પાવરપ્લેમાં 60 રન જોડ્યા હતા. શેન વોટસને 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો ફાફ ડુ પ્લેસિસે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ચેન્નઈ માટે કરી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ
આજે શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસ બંન્ને ફોર્મમાં જોવા મળ્યા હતા. બંન્નેએ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ચેન્નઈ તરફથી પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ મુરલી વિજય અને માઇક હસીના નામે હતી. આ બંન્ને ખેલાડીઓએ 2011મા આરસીબી સામે 159 રનની ભાગીદારી કરી હતી. શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસે 181 રનની ભાગીદારી કરી હતી. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =

Back to top button
Close