ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના, જાણો સંપૂર્ણ માહિતી..

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મોસમનો મિજાજ બદલાયો છે અને ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડયા છે. હજુ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આવતીકાલે જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, આ પછી વરસાદની કોઇ સંભાવના નથી. રાજ્યમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ યથાવત્ રહેશે.
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભચાઉ-સામખિયાળી પવન સાથે હળવાથી ભારે કમોસમી વરસાદના ઝાપટાં વરસ્યા હતા. કેટલાક સ્થળે રસ્તામાં પાણી વહી નીકળ્યા હતા. અમદાવાદમાં આજે 39.8 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં આગામી 3 દિવસ 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે.
આ પણ વાંચો..
ગુજરાતનાં હજુ ઍક ગામમાં ગ્રામ પંચાયત દ્વારા એક સપ્તાહનું કોરોનાને લઈ જાહેરનામું…
રાજ્યમાંથી આજે 41 ડિગ્રી સાથે અમરેલી – સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ સિવાય રાજકોટમાં 40.8, ગાંધીનગરમાં 40, વડોદરામાં 39.6, ભૂજમાં 39.7, દીવમાં 33.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.