સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની લોન થઈ સસ્તી ,બેંકે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો

બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ્સ (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કર્યો.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ્સ માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો તમામ સમયગાળાની લોન માટે કરવામાં આવ્યો છે. હવે એક વર્ષના સમયગાળાની લોન માટે MCLR 7.15 ટકાથી ઘટાડીને 7.10 ટકા કરવામાં આવ્યો છે. નવા દર 15 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક અને યુકો બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
એક દિવસ અને એક મહિનાના સમયગાળાની લોન માટે MCLR ઘટીને હવે 6.55 ટકા થઈ ગયો છે, જે અગાઉ 6.60 ટકા હતો. બેંકે 3 મહિના અને 6 મહિનાની અવધિની લોન પર પણ MCLRમાં ઘટાડો કર્યો છે. આ સમયગાળા માટેના લોન દર અનુક્રમેઃ 6.85 ટકા અને 7 ટકા હશે. એક વર્ષના સમયગાળાની લોન માટે MCLR 7.15થી ઘટાડીને 7.10 ટકા કરવામાં આવ્યો છે.