
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસની રાય સરકાર અનોખી રીતે ઉજવણી કરવા જઈ રહી છે. ગુજરાતીઓને પાંચ અનોખી ભેટ આ દિવસે મળશે જેમાં મહિલા ઉત્કર્ષ, ખેડૂત કલ્યાણ, પાણી–પુરવઠાની જૂથ યોજના વગેરેનું ઈ–લોન્ચિંગ કરવામાં આવશે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં રાયમાં ૭૦ સ્થળા પર કાર્યક્રમ યોજાશે. મંત્રીઓ, પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે. રાયના ૩૩ જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ હાજરી આપી રહ્યા છે. જયારે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાયપાલ આચાર્ય દેવવ્રત તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિને રાયમાં પાંચ જેટલા વિકાસના કામોની પંચામૃત ધારા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં કૃષિ ખેડૂત કલ્યાણ, મહિલા ઉત્કર્ષ, આદિજાતિ વિસ્તારમાં પાણી–પુરવઠાના કામોનું લોકાર્પણ, કલાયમેટ ચેન્જ વિભાગના ૧૦ જેટલા એમઓયુ ગાંધીનગરમાં ૨૪ બાય ૭ પીવાના પાણીની યોજનાનું ઈ–ખાત મુહર્ત તેમજ ઈ–લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
રાયના ૩૩ જિલ્લાના ૭૦ સ્થળો પર યોજાયેલ આ પંચામૃત દ્રારા કાર્યક્રમમાં મંત્રી, બોર્ડ–નિગમના ચેરમેનો, પદાધિકારીઓ, ધારાસભ્યો, આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાના પ્રોટોકોલ મુજબ યોજવામાં આવ્યો હતો.
સાત પગલાં ખેડૂત કલ્યાણના અન્વયે રૂપિયા ૯૦૦ની સહાય જિવામૃત બનાવવાની કીટનું ઈ–લોન્ચિંગ, ૪૯૦૦ ખેડૂતોને રૂપિયા ૧.૩૨ કરોડ ચૂકવવામાં આવી હતી.
આદિજાતિ વિસ્તારમાં સાનબારા, ડેડીયાપાળા, તાપી, સોનગઢ તાલુકાના ૨૦૫ ગામોને પાણી–પુરવઠા જૂથ યોજના પૂર્ણ કરવામાં આવી છે. જેનું ઈ–લોકાર્પણ ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. પાટનગર ગાંધીનગરને ૨૪ બાય ૭ પીવાનું પાણી ઉપલબ્ધ બનાવવામાં આવશે જેનું ઈ–ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ ઈ–કોન્ફરન્સથી જોડાયા હતા.
આ સિવાય ગ્રામિણ વિસ્તાર અને શહેરી વિસ્તારના ૧૦ લાખ મહિલા જૂથો નાના–મોટા વ્યવસાય માટે રૂપિયા ૧૦૦૦ કરોડની લોન ધિરાણ
તબક્કાવાર આપવા માટે બરોડા ગ્રામિણ બેન્ક, આઈસી આઈસી અને અન્ય સહકારી બેન્કો સાથે મુખ્યમંત્રી એનઓયુ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપેલા કલાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈ ૧૦ જેટલા એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં બિલ્ડિંગ અ, કલાયમેન્ટ રિલેસિયન્સ ગુજરાત–અ ડિકેટ ઓફ કલાયમેટ એકશન એન્ડ રોડ ગેપ ફોર ધ ફયુચર કોસ્પો ડીયમનું પણ ઈ–લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આમ રાયભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિને ૭૦ સ્થળો પર અનોખી ઉજવણી કરવામાં આવી હતી.