ગાંધીજી ની 151મી જન્મજયંતીએ CBSE એ નોન-વાયોલન્ટ કૉમ્યૂનિકેશન કોર્સ શરૂ કર્યો

આ અભ્યાસક્રમ સંપૂર્ણપણે મફત રહેશે, જેના માટે કોઈ રજિસ્ટ્રેશન ફી/કોર્સ ફી લેવામાં આવશે નહીં.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ નિમિત્તે અહિંસક કમ્યુનિકેશન પર એક કોર્સ શરૂ કર્યો છે. બોર્ડે આ વિશે એક નોટિફિકેશન બહાર પાડતાં કહ્યું કે, આ કોર્સ ગાંધી સ્મૃતિ દર્શન સમિતિના સહયોગથી શરૂ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ સંપૂર્ણપણે મફત રહેશે.

ગાંધીવાદી મૂલ્યો પર આધારિત અહિંસક કમ્યુનિકેશન, ઇફેક્ટિવ કમ્યુનિકેશન નું પાવરફુલ ટૂલ છે. CBSEએ આ કોર્સના ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે એક લિંક જાહેર કરી છે. શિક્ષકો અને શાળાના આચાર્યોના રજિસ્ટ્રેશન માટે એક અલગ લિંક આપવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે એક અલગ લિંક છે. કોર્સ માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 10મી ઓક્ટોબરથી સ્ટડી મટિરિયલની ઓનલાઇન લિંક આપવામાં આવશે. અને, આ માટે લાઇવ વેબિનારનું પણ આયોજન કરવામાં આવશે.