ગુજરાત

મકાઈના પાક વચ્ચે ગાંજો ……..

પંચમહાલ જીલ્લા એસઓજી પોલીસની ટીમે ઘોંઘબા તાલુકાના વાગરવા ગામે ખેતરમા મકાઇના પાકની વચ્ચે ઉગાડેલા ગાંજાના ૧૮ કીલોના જથ્થાની સાથે એક ઇસમને ૧,૮૨,૫૧૦ લાખના મૂદ્દામાલ સાથે  પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કૈફી ઔષધ અને નશીલા દ્રવ્યોનો ઉપયોગ અને ગેરકાયદેસર વેપાર લોકોના આરોગ્યને ગંભીર નુકશાન પહોચાડે છે.તેના કારણે દેશનૂ અર્થતંત્ર અને યુવાપેઢી પર બરબાદ થાય છે.દેશને પણ સીધુ નુકશાન થતુ હોય છે.ગોધરા રેન્જ આઈજી એમ.એસ.ભરાડા અને જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર કે.પી.જાડેજાને સુચના આપી હતી.તેના ભાગરુપે એસઓજી પીઆઈ કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે ઘોંઘબા તાલુકાના વાઘરવા ગામે રહેતા ભલયાભાઈ  બલુભાઈ મતીયાાએ પોતાના ઘર પાછળ પોતાના ખેતરમા વાવેલા મકાઈના પાકમાં વચ્ચે ગાંજાનુ વાવેતર કર્યુ હતુ.જેથી એસઓજી ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી ભયલાભાઈ મળી આવ્યા હતા.જેમા મકાઈના પાકની વચ્ચે ગાંજાના છોડ મળી આવ્યા હતા.જેનુ વજન ૧૮ કિલો ૨૫૧ ગ્રામ અને જેની કિમંત ૧,૮૨,૫૧૦ થવા પામી હતી.જેને લઇએ એસઓજી શાખા દ્વારા આરોપી ભયલા ભાઈ મતિયા સામે એન.ડી.પી.એસ મુજબ દામાવાવ પોલીસ મથક ખાતે ગૂનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

રિપોર્ટર – ગણપત મકવાણા પંચમહાલ

 This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − four =

Back to top button
Close