NEETની પરીક્ષાને લઈને સૌરાષ્ટ્રભરમાંથી ઉમેદવારો રાજકોટ પહોંચ્યા.

39 કેન્દ્રો પર સાવચેતીના પગલા લેવાયા
વિદ્યાર્થીઓને સેનિટાઈઝ, સ્ક્રિનિંગ, ફરજીયાત માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો
જૂનાગઢના ઉમેદવારોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, બસની સુવિધા ન હોવાથી વાહન બાંધીને પહોંચવું પડ્યું છે. રાજકોટમાં કોરોના કહેર છે. અને સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારોને રાજકોટ પરીક્ષા માટે એકઠા કર્યા છે. આજે 39 કેન્દ્રો પર 17044 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર પણ ઉમેદવારોની પુરતી કાળજી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક બ્લોકમાં 12 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું હેલ્થ ટેમ્પરેચર સ્ક્રિનિંગ, સેનિટાઇઝડ વગેરે કામગીરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તેમનું આઈડી અને હોલ ટિકિટ તપાસીને નિયમાનુસાર પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા લેવામાં આવે છે. કોરોનાની સ્થિતિ ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે એક બ્લોકમાં 12 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.
પરીક્ષાનો સમય 2થી 5 વાગ્યા સુધીનો રહેસે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત તેમજ જરૂરી બંદોબસ્ત સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં નીટની પરીક્ષાના કુલ 39 કેન્દ્રો છે અને કુલ 17043 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનો સમય બપોરે 2થી 5 વાગ્યાનો છે.