શું કોરોના વાઇરસથી એક વખત બચ્યા પછી ફરી સંકર્મિત થઈ શકીએ? જાણો આ વિશે તથ્યો…

કોરોના વાઇરસ માટે થોડા દિવસ પહેલા સુધી એમ માનવામાં આવતું હતું કે જો એક વખત સંકર્મિત થયા પછી શરીર એંટીબોડી બની જાય છે. બીજી વખત શરીરમાં કોરોના વાઇરસ અસર કરતું નથી. પરંતુ હાલ થોડા સમયથી એવા ઘણા કેસ બને છે કે એક વખત સંકર્મિત દર્દીને ફરી કોરોના પોજીટીવ આવ્યો હોય. દેશના દરેક શહેરમાં એવા કેસ આવ્યા છે.

એ કેસની જાંચ કરવા માટે બંને કોરોના દર્દીઓના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિયુટ ઓફ વાયરોલોજિ મોકલવામાં આવ્યા હતા. પહેલી વખત કોરોના સંકર્મિત દર્દીના શરીરમાં મળેલ કોરોના વાઇરસ અને બીજી વખત કોરોના સંકર્મિત દર્દીના શરીરમાં મળેલ કોરોના વાઇરસના સેમ્પલમાં બંને કોરોના વાઇરસના સ્વરૂપ અલગ અલગ જોવા મળ્યું હતું.
એક રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસ તેનું સ્વરૂપ સમયે સમયે બદલાવતું રહે છે અને કુલ 83 વખત આ વાઇરસે તેનું સ્વરૂપ બદલાવ્યું છે. એટલા માટે એક વખત સંકર્મિત દર્દીનાના શરીરમાં ઇમ્યુનિટી ઓછી હોય તો ફરી એ કોરોના સંકર્મિત થઈ શકે છે.