ગુજરાત

ભાઈએ ભાઈની કરી હત્યા.શા માટે ? જાણો;

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે જેસોલીયા ફળીયામા રહેતા સુમિત્રાબેન પોતાના પતિ નરવતભાઇ પગી સાથે મજૂરીકામ કરીને જીવન ગુજારે છે.શુક્રવારના સાંજના સમયે સુમિત્રાબેન પગી પોતાના  પતિ નરવતભાઇ પગી અને સંતાનો સાથે ઘરમા હતા.ત્યારે નરવતભાઈ પગીના મોટાભાઈ રતનભાઇ પગી અતિશય ગુસ્સામાં આવીને જોરજોર થી ગાળો બોલતા હોય નરવતભાઇ પગી એ ગાળો બોલવાની ના પાડતા  નરવતભાઇ પગી ને તેમના મોટાભાઇ રતનભાઇ પગી અને તેમના સસરા બળવતભાઈ પગીએ લાકડી વડે છાતીના ભાગે જોર માર માર્યો હતો,અને તેઓ ખેતરમા ભાગી ગયા હતા.

જોર મારના કારણે નરવતભાઈ પગી નીચે પડી જતા તેમના માતા ગંગાબેન પગી પણ બચાવવા દોડી આવતા તેમને પણ મારના ડરથી ખેતરમા જતા રહ્યા હતા.પાછા ઘરે આવીને નરવતભાઈ પગી ને ખાટલામાં સુવાડયા અને તેઓ કઈ ન બોલતા પરિવારજનોને બોલાવતા તપાસ કરતા તેમનુ મરણ થયેલ માલૂમ પડ્યુ હતૂ.આથી પરિવારજનો દ્વારા શહેરા પોલીસને જાણ કરી હતી.પોલીસ ઘટના સ્થળે આવીઁને લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરા ખાતે મોકલી હતી.અને પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.મરણજનાર નરવતભાઇ પગીની પત્નીએ શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 3 =

Back to top button
Close