ગુજરાત

બ્રેકીંગ: ધોરણ ૧ થી ૮ માં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી..

શિક્ષણ વિભાગ: સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે. આવા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી..

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી હતી. 7 મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહિ તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે તેવું વાતો ફરતી થઈ હતી. તો બીજી તરફ, વાલીઓ પણ માસ પ્રમોશનની તરફેણ કરી રહ્યાં છે, જેથી શાળા ફી ભરવામાં રાહત મળી શકે. 

શું કહે છે વાલીઓ..
વાલી એસોસિયેશનના પ્રમખુ કમલ રાવલ જણાવે છે કે, સરકાર માસ પ્રમોશન આપશે તો સૌથી મોટી રાહત વાલીઓને થશે. બધાને જ રાહત મળશે. માસ પ્રમોશન આવે તો ફીની સમસ્યા પણ ઉકેલાઈ શકે છે. માસ પ્રમોશનમાં ફીમા પણ રાહત મળી શકે છે. કોરોના હજી ગયો નથી, આવી પરિસ્થિતિમાં સ્કૂલો ખૂલવાની નથી. તેથી આ નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ. કોરોના કેસમા કેવી રીતે સ્કૂલે મોકલવા. અને ઓનલાઈન શિક્ષણ પણ યોગ્ય રીતે મળી રહ્યું નથી. નેટવર્કના ઈશ્યૂ થઈ રહ્યાં છે. છોકરાઓને 15-20 દિવસ સુધી અભ્યાસનો મેઈલ મોકલાયો નથી. તેથી માસ પ્રમોશનનો ઉકેલ યોગ્ય છે.  

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − eleven =

Back to top button
Close