
પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર SPG સહિતનો પોલીસ કાફલો સુરક્ષામાં તૈનાત કરી દેવાયો છે. નોંધનીય છે કે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા.

મીડિયાને કેશુબાપાનાં ઘર પાસે એન્ટ્રી આપવામાં આવી નથી. PM મોદી આજે નરેશ કનોડીયા અને મહેશ કનોડીયાનાં ઘરે પણ પહોંચે તેવી શક્યતા છે. માતા હીરાબાને મળવા માટે પણ પીએમ મોદી પહોંચી શકે છે. પીએમ મોદીના સ્વપ્ન સમાન સી પ્લેનનું આજે ઉદ્ઘાટન કરશે.

આ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર જઈને આ અંગેની તમામ માહિતી મેળવશે. તેમજ સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી છેલ્લે 2017માં કેશુભાઈને મળ્યા હતા. આ વર્ષે કેશુભાઈના પુત્ર પ્રવિણ પટેલનુંન નિધન થયું હતુ. ત્યારે પીએમ મોદીએ તેમના ઘરે જઈને તેઓને આ માટે સાંત્વના આપી હતી. આ સમય દરમિયાન તેઓ અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે આવ્યા હતા.