
ઈ ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ના હોય જેથી વીસીઈ પરેશાન છે અને પ્રશ્નો ના ઉકેલાય તો કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મોરબી તાલુકાના તમામ વીસીઈ દ્વારા ટીડીઓ અને ડીડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી વીસીઈ વગર પગારે કમીશન પર કામ કરે છે સરકાર દ્વારા વીસીઈના હિત માટે પગલા ભરવા જોઈએ પરંતુ વીસીઈના હિત માટે કોઈ પગલા ભરાયા નથી અવારનવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ લાવ્યા નથી જેથી કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે.
જેમાં કારણોમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે વીસીઈ દ્વારા ખેડૂતોના ઘસારાને કારણે મગફળી રજીસ્ટ્રેશન અને ૩૭૦૦ કરોડ સહાય પેકેજની એન્ટ્રી કરતા વીસીઈ કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે અગાઉ પીએમ કિશાન, કૃષિ સહાય, જન્મમરણ સહિતની એન્ટ્રી કરેલ હોય ૨ વર્ષ જેટલો સમય થયા છતાં હજુ સુધી ચુકવણું કરવામાં આવ્યું નથી છેલ્લા ૧૪ વર્ષથી કમીશન પર કામ કરતા હોય કમીશન વધવાને બદલે ઘટ્યું છે મોંઘવારીના સમયમાં કમીશન પર કામ કરવું પોસાય તેમ ના હોય જેથી પગાર આપવામાં આવતો ના હોય હાલત દયનીય છે જેથી માંગણીઓ કરી છે કે વીમા કવચનો લાભ આપવામાં આવે, કમીશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવું, અને અગાઉ પીએમ કિશન, કૃષિ સહાય અને જન્મમરણ સહિતની એન્ટ્રીનું ચુકવણું તાત્કાલિક કરવા માંગ કરી છે.