
બોલિવૂડની ડ્રગ્સ કુંડળી ખુલશે : રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાટાની આજે અને દીપિકાની કાલે પૂછપરછ: સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને શનિવારે હાજર થવા સમન્સ
સુશાંતસિંહ રાજપૂત કેસમા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીને એક પછી એક નવા પૂરાવાઓ મળી રહ્યા છે. બોલિવૂડમાં ડ્રગ્સની સાંઠગાંઠની પણ તપાસ કરવામાં આવી રહી છે. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રિત સિંહ સહિત 7 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આજે એનસીબીએ રકુલ પ્રીત સિંહ, સુશાંતસિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર શ્રુતિ મોદી અને ડિઝાઈનર સિમોન ખંબાટાને બોલાવ્યા છે. જો કે રકુલે પોતાને સમન્સ નહીં મળ્યુ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ એનસીબીએ આજે મુંબઇમાં ડ્રગ્સ સંદર્ભે કેટલાક સ્થળે દરોડા પણ પાડ્યા છે. આ ઘટનાક્રમમાં એવો સવાલ સામે આવ્યો છે કે ડ્રગપાર્ટીમાં હાજર અભિનેત્રીઓને સમન્સ પાઠવાયા છે પરંતુ જે અભિનેતાઓ પાર્ટીમાં હાજર હતા તેમને હજુ કેમ બોલાવાયા નથી.
એનસીબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દીપિકા પાદુકોણને કાલે બોલાવવામાં આવી છે. જણાવી દઈએ કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં ડ્રગ્સ એંગલને લઈને એનસીબી તપાસ દરમિયાન બોલિવૂડમાં ડ્રગ્સનું કનેક્શન સામે આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે એનસીબીએ પોતાની તપાસ વધારતા આ એ લિસ્ટના દિગ્ગજોને તપાસ માટે સામેલ થવા કહ્યું છે. તેણે કહ્યું કે મામલામાં કેટલાક લોકોની પૂછપરછમાં આ લોકોના નામ સામે આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે દીપિકા પાદુકોણને પૂછપરછ માટે 25 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી છે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરે જ્યારે રકુલ પ્રીત સિંહ, સુશાંતની ટેલેન્ટ મેનેજર શ્રુતિ મોદી અને ડિઝાઈનર સિમોન ખંબાટાને આજે હાજર થવા કહ્યું છે. એનસીબીના અધિકારીએ જણાવ્યું કે મામલામાં એક ટેલેન્ટ મેનેજર જયા સાહાને કેટલીક મહત્વપૂર્ણ સુચનાઓ આપવામાં આવી છે.
આ પહેલા દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને તપાસમાં સામેલ થવા બોલાવવામાં આવી હતી. પરંતુ તેણે તબિયક ખરાબા હોવાના કારણે કેટલોક સમય માંગ્યો છે. તેણે શુક્રવાર સુધીમાં હાજર થવાની છુટ આપવામાં આવી છે. એનસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રકાશની વ્હોટ્સએપ ચેટમાં ડીની સાથે ડ્રગ્સ વિશેની વાચતીત સામેલ છે.
એનસીબી સામાન્ય રીતે ડ્રગ્સ ખરીદવા અને તેનો ઉપયોગ કરવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની પહેલા જ ધરપકડ કરી લીધી છે. રિયા છેલ્લા 15 દિવસથી મુંબઈની ભાયખલા જેલમાં છે. મુંબઈની એક વિશેષ અદાલતે તેમને 6 ઓક્ટોબર સુધી જેલમાં રહેવા ફરમાન કર્યું છે. જણાવી દઈએ કે જૂનમાં સુશાંતસિંહ રાજપૂતના મોત પછી ડ્રગ્સનું એંગલ સામે આવ્યું અને હવે તેમા મોટા મોટા નામ ફસાઈ રહ્યા છે.