મનોરંજન

કંગના રનૌત પર ભડક્યા બોલિવૂડના કલાકારો, મુંબઈના સપોર્ટમાં ધડાધડ કરવા લાગ્યા ટ્વિટ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે. CBI આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રી કંગના રનૌત આ મામલે સતત અવાજ ઉઠાવી રહી છે. શરૂઆતથી જ અભિનેત્રી કંગના નેપોટિઝમને લઇને બોલિવૂડની પોલ ખોલી રહી છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ પર કંગના સતત આરોપ લગાવી રહી છે. આ દરમિયાન કંગના અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે.

કંગનાને લઈને સંજય રાઉતે કહ્યુ હતુ કે તેને જો મુંબઈ પોલીસથી ડર લાગે તો હોય તો તેણે પરત મુંબઈ આવવુ જોઇએ નહી. જેના પર કંગના તરફથી આવો જવાબ આવ્યો કે હવે ઇન્ડસ્ટ્રીના કલાકારોએ મુંબઈ શહેર વિશે વાત શરૂ કરી દીધી છે.

કંગનાએ ટ્વિટ કરી લખ્યું હતું કે શિવસેનાના નેતા સંજય રાઉતે મને ખુલ્લેઆમ ધમકી આપી છે અને કહ્યું છે કે મારે પાછા મુંબઈ ન આવવું જોઈએ. પહેલા મુંબઈની શેરીઓએ આઝાદીના નારા લગાવ્યા હતા અને હવે ખુલ્લો ખતરો મળી રહ્યો છે. લાગે છે કે મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) જેવું બની ગયુ છે.

કંગનાના આ નિવેદને ચારે બાજુ હંગામો મચાવ્યો છે. બોલિવૂડના કલાકારો ટ્વીટ કરીને પોતાનો મુદ્દો રાખી રહ્યા છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને મુંબઈ પોલીસને ટેકો આપ્યો છે.

સુશાંત કેસમાં અગાઉ બોલી ચૂકેલી સ્વરાએ લખ્યું છે કે, એક બાહ્ય વ્યક્તિ, સ્વતંત્ર કાર્યકારી મહિલા અને લગભગ દસ વર્ષથી મુંબઇની રહેવાસી તરીકે, હું એટલું જ કહેવા માંગુ છું કે બોમ્બે એ સલામત અને સરળ શહેરોમાંનું એક છે જેમાં આપણે કામ કરી શકીએ કરી શકે છે. મુંબઈ પોલીસને સલામત બનાવવાના સતત પ્રયત્નો બદલ મુંબઈ પોલીસનો આભાર.

સ્વરા ભાસ્કર ઉપરાંત રિતેશ દેશમુખ અને સોનુ સૂદે પણ ટ્વીટ કરીને મુંબઇ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. રિતેશે લખ્યું – મુંબઈ હિન્દુસ્તાન છે. સોનુએ લખ્યું- મુંબઇ .. આ શહેર ભાગ્ય બદલી દે છે. સલામ કરશો તો સલામી મળશે. આ બંને સિવાય ટ્વિટર પરના બધા યુઝર્સ પણ મુંબઇ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 4 =

Back to top button
Close