માણસને નહીં પણ ભગવાનને તો બક્ષો … અંબા મા ના મંદિરમાં થઇ આભૂષણોની ચોરી

કોરોનાને કારણે અનેક લોકના જીવનમાં ઘણો ખરાબ અસર પડ્યો છે. સૌથી વધુ આર્થિક રીતે લોકોને નુકશાન થયું છે અને આર્થિક નુક્શાનની ભરપાઈ માટે જ આ અનલોકની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ધીરે ધીરે લોકો આર્થિક રીતે સધ્ધર થતા જાય છે પરંતુ માનવીની ફિતરત ક્યારે બદલતી નથી.
જ્યાં લોકો મહેનત કરીને દિવસની રોજીરોટી કમાઈને ખાતા હોય છે ત્યાં અમુક લોકો અપકૃત્યો કરીને પૈસા કમાવવા ઇચ્છતા હોય છે. ચોરી-ચકારી અને લૂંટપાટ જેવા કૃત્યો માનવજાત માટે ખુબ જ શરમજનક વાત છે.
આવા લોકો પહેલા ફક્ત બીજા માનવીઓ સાથે આ અપકૃત્યો કરીને પોતાનું ઘર ચલાવતા હતા પરંતુ આ માનવીઓની હલકાઈ આટલી વધી ગઈ છે કે હવે ભગવાનને પણ નથી છોડતા.
ભુજ રાપર પંથકના પીંછાણા ગામમાં અંબા મા નું એક મંદિર આવેલ છે.આ મંદિરમાં ગયા અઠવાડિયે રાત્રીના સમય દરમિયાન ચોર મંદિરમાં પ્રવેશી અને માતાજીની નથડી, મુગટ, મંડળસૂત્ર, છત્તર, ચાંદલો, ચેઇન અને તલવાર સહીત દરેક સોનાની વસ્તુઓ લઈને ફરાર થઇ ગયો હતો.
રિપોર્ટ અનુસાર કુલ 85 હજારની ચોરીની ખબર સામે આવી છે. માતાજીના ઘરેણાં ચોરી થવા પર ગામના લોકો રોષે ભરાયા છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.