ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કોંગ્રેસને પુછ્યા વેધક સવાલ.

આજ રોજ ભાજપ અધ્યક્ષ નડ્ડાએ એક પત્રકાર પરિષદનું આયોજન કરી મોદી સરકાર દ્વારા સંસદમાં લવાયેલા 3 બિલ વિશે વાત કરી હતી.
ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે મોદી સરકાર ખેડૂતોનું સારુ ઈચ્છે છે તો કોંગ્રેસને કેમ પેટમાં દુખે છે.
આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતો પર કોંગ્રેસનું બેવડું ચરિત્ર સામે આવી રહ્યું છે.ખેડૂતો માટે મોદી સરકારની કામગીરી વિશે જણાવતા તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે ખેડૂતો માટે ઉત્પાદનોને વેચવામાં મદદ કરવામાં આવશે.ખેડૂતો પર કોંગ્રેસનું બેવડું ચરિત્ર સામે આવી રહ્યું છે. કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરે છે.
આ સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ કહ્યું કે, ‘આજે કોંગ્રેસ પાર્ટી આ બિલોનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીનું બેવડું ચરિત્ર છે. હંમેશા દરેક ચીજમાં તેમનું કામ રાજનીતિ કરવાનું છે.
એ જ રીતે ખેડૂતો ઉત્પાદનો વેપાર અને વ્યવસાય એક્ટ તથા મૂલ્યા આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત સમાધાન બિલ. ત્રણેય બિલ ક્રાંતિકારી છે. આ ત્રણેય બિલ કે જે હાલ લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાઈ રહ્યાં છે તે ત્રણેય બિલ ખુબ દૂરંદ્રષ્ટિ ધરાવે છે.’
કોંગ્રેસને રાજનીતિ સિવાય બીજુ કશું આવડતું જ નથી.