
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી હતી. રાહુલે શનિવારે કહ્યું હતું કે વડા પ્રધાન તરીકે ભારત મનમોહન સિંહની કમી અનુભવે છે. 2004 થી 2014 ની વચ્ચે યુપીએ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરનાર મનમોહન સિંહ 26 સપ્ટેમ્બરના રોજ 88 વર્ષના થયા.
રાહુલે કહ્યું કે વડા પ્રધાન તરીકે ભારત Dr. મનમોહન સિંહની કમી અનુભવે છે. વાયનાડના સાંસદે કહ્યું કે પૂર્વ વડા પ્રધાન સિંહ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું છે કે- ‘વડા પ્રધાન તરીકે ભારત Dr. મનમોહન સિંહની કમી અનુભવે છે. તેમની પ્રામાણિકતા, શિષ્ટાચાર અને સમર્પણ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આ વર્ષ તેમના માટે સુંદર રહે.
વડા પ્રધાને પણ વધામણી પાઠવી- આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે હું તેમને સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની ઇચ્છા કરું છું. મોદીએ ટ્વીટ કર્યું- ‘ડો. મનમોહનસિંહ જી ને જન્મદિવસ ની શુભકામના. હું ભગવાનને સ્વસ્થ રહેવા અને લાંબુ જીવન જીવવાની પ્રાર્થના કરું છું.