
દેશના અન્ય કેટલાક ભાગોમાંથી ‘બર્ડ ફ્લૂ’ ના કેસ નોંધાયા બાદ ગુજરાતમાં જારી કરવામાં આવેલી ચેતવણી વચ્ચે ગુરુવારે મહેસાણા જિલ્લામાં ચાર કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. અધિકારીઓએ આ વિશે જણાવ્યું હતું. મહેસાણાના ગામના પ્રખ્યાત સૂર્ય મંદિરના કમ્પાઉન્ડમાં કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.
મહેસાણાના પશુપાલન અધિકારી ડો.ભરત દેસાઇએ પીટીઆઈને જણાવ્યું હતું કે, બર્ડ ફ્લૂના કારણે મૃત્યુ પામ્યા છે કે નહીં તે કોઈ અન્ય કારણોસર મરેલા કાગડાઓનાં નમૂનાઓ તપાસ માટે ભોપાલની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

દેસાઇએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ અચાનક મરે છે. જો કે, આ કિસ્સામાં અજાણ્યા કારણોસર ફક્ત ચાર પક્ષીઓના મોત થયા છે. વિગતવાર વિશ્લેષણ અને તપાસ માટે અમે તેમના નમૂનાઓ ભોપાલ પ્રયોગશાળામાં મોકલી દીધા છે.
તેમણે જણાવ્યું હતું કે સાવચેતી રૂપે મહેસાણાના પશુપાલન વિભાગે થોલે તળાવમાંથી 50 સ્થળાંતર કરનાર પક્ષીઓના અવશેષો અને લોહીના નમૂના ભેગા કર્યા હતા અને તેમને ભોપાલ મોકલ્યા હતા. ગુજરાતના પશુપાલન વિભાગે બર્ટ ફ્લૂને ધ્યાનમાં રાખીને બુધવારે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યું છે અને સર્વેલન્સમાં વધારો કર્યો છે.
વડોદરા પોલીસ કમિશનરે માસ્ક ન પહેરવાના મામલે વાયરલ વીડિયોમાં જોવામાં આવેલા પોલીસ કર્મીને….
રાજ્યના પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ અગાઉ જણાવ્યું હતું કે બુધવારે સુરત જિલ્લાના માધી ગામે ચાર પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. અગાઉ જૂનાગઢમાંમાં 55 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે, મંત્રીએ ગુજરાતમાં બર્ડ ફ્લૂ થવાની સંભાવનાને નકારી હતી.