સ્પોર્ટ્સ
રાજસ્થાનને મોટો ઝટકો:કાલે ચેન્નાઈ સામેની પહેલી મેચમાં નહીં રમે બટલર

IPL: જોશ બટલર પરિવારને લઈને આવવાનો હોવાથી ટીમ સાથે મોડો જોડાશે જેથી 6 દિવસનો ફરજિયાદ ક્વોરેન્ટાઈન પીરિયડને કારણે તે કાલે ચેન્નાઈ સામેની મેચમાં રમી શકશે નહીં. રાજસ્થાનની ટીમને ઝટકા લાગી રહ્યા હોય તેવી રીતે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બાદ હવે જોશ બટલર પણ પહેલી મેચમાં ટીમ વતી રમી શકશે નહીં. બીમાર પિતાની સેવામાં રહેલા ઓલરાઉન્ડર સ્ટોક્સના આવવાની અનિશ્ચિતતા અને કેપ્ટન સ્ટિવ સ્મિથની ઈજાથી ચિંતાતુર રાજસ્થાન માટે વધુ એક ઝટકારૂપ સમાચાર છે.સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેનમાં આવેલા ખેલાડીઓને ક્રિકેટ બોર્ડેે ક્વોરેન્ટાઈન પીરિયડ 6 દિવસને બદલે 36 કલાકનો કરી આપ્યો હતો પણ બટલર તેની રીતે અલગ આવ્યો હોવાથી તેણે ફરજિયાત 6 દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.