ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનું મોટું નિવેદન: દર વર્ષે કોરોનાની 2 વેવ આવશે..

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટી રહ્યો છે. અને રાજ્યમાં કોરોના કેસો 3 હજારની નજીક પહોંચી ગયા છે. કોરોનાનો કહેર ઓછો થતાં સરકારે અને લોકોએ હાલ રાહતનો શ્વાસ લીધો છે. પણ આ વચ્ચે જ રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સીડીએસ કટોચે નિવેદન આપ્યું છે કે દર વર્ષે કોરોનાની બે વેવ આવશે. અને આપણે સાવધાન રહેવું પડશે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પીકમાં સમય એવો હતો કે જ્યારે રાજ્યમાં કોરોના કેસો 15 હજારની આસપાસ પહોંચી ગયા હતા. અને મોતનો આંકડો પણ 180ની આસપાસ હતો. તેવામાં હાલ બીજી લહેર ઘટી રહી છે.

આ પણ વાંચો..

Fake news સામે ફેસબૂક લેવા જઈ રહ્યું છે સૌથી મોટું કદમ જાણો તે શું છે..

પણ આ વચ્ચે રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સીડીએસ કટોચનું માનીએ તો કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેર ચોક્કસ આવશે.

રાજકોટ એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સિડીએસ કટોચે જણાવ્યું હતું કે મોસમ બદલાશે એમ કોરોનાની કોરોનાની વેવ આવશે. અને દર વર્ષે કોરોનાની બે વેવ આવશે. અને કોરોનાની ત્રીજી વેવ ચોક્કસ આવશે તેવું પણ સીડીએસ કટોચે જણાવ્યું હતું. અને આ માટે આપણે સાવધાન રહેવું પડશે તેવું પણ સીડીએસ કટોચે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, રાજકોટ એઈમ્સમાં ઓક્સિજન બેડ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close