મોટા સમાચાર! ફ્રાન્સના નીસમાં આતંકવાદી હુમલો, 3 ના મોત, અનેક ઘાયલ…

ફ્રાન્સથી મોટા સમાચાર આવી રહ્યા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, નાઇસમાં શંકાસ્પદ આતંકી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ક્ષણે બધી ઇમરજન્સી સેવાઓ સ્થળ પર ઉપલબ્ધ છે. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. હુમલો કરનારની ઓળખ હજી થઈ નથી.

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો થયો હોવાના અહેવાલ છે. ફ્રેન્ચ પોલીસના જણાવ્યા અનુસાર દક્ષિણ ફ્રાંસના નાઇસ શહેરમાં કેટલાક લોકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં એક મહિલા પણ છે, હુમલો ચર્ચની બહાર કરવામાં આવ્યો છે. નાઇસના મેયરે તેને આતંકી હુમલો ગણાવ્યો છે. ગુરુવારે સવારે આ ઘટના બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમ્યાન ઈજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હુમલાખોરે નોટ્રે ડેમ ચર્ચ નજીક છરીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બીજા ઘણા લોકો ઘાયલ પણ થયા છે. હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
નીસના મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રોસીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે તે આતંકી હુમલો હોવાનું જણાય છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ ફ્રેન્ચ રિવેરાના શહેર કેન્દ્રથી દૂર રહે. જ્યારે પેરિસમાં મંત્રાલયમાં કટોકટી બેઠક બોલાવવામાં આવી છે. ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્માનીને કહ્યું કે પોલીસ કાર્યવાહી ચાલુ છે અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. ફ્રેન્ચ એન્ટી ટેરરિઝમ પ્રોસીક્યુટરને ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.