મોટા સમાચારઃ યુક્રેનમાં વાયુસેનાનું વિમાન ધડાકાભેર તૂટી પડ્યુ, 25 લોકોના મોત

યુક્રેનમાં શુક્રવારે એક વિમાન દુર્ઘટના ઘટી છે. યુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે. બે લોકો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. ચાર લોકો લાપતા થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
લેન્ડીંગના સમયે વિમાન લાગી આગ
જાણકારી પ્રમાણે સેનાનું ક્રેશ થયેલા વિમાનમાં ચાલક દળના સદસ્યો સહિત કુલ 28 લોકો સવાર હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે, વિમાન લેન્ડિંગના સમયે ક્રેશ થયું છે. લેન્ડીંગના સમયે વિમાનમાં આગ લાગી હતી. વિમાન આગની જ્વાળાઓમાં આવી ગયું હતું. ત્યાં હાજર કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવી લીધો છે. પરંતુ ઘણો સમય વિતી ગયો છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. વિમાનમાં ફસાયેલા 24 લોકોને કાઢીને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટરોએ 22 લોકોને મૃત જાહેર કર્યાં છે. બે લોકોની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ચાર લોકો હજુ પણ લાપતા છે. તેની શોધખોળ હાથ ધરાઈ છે. દુર્ઘટનાના કારણ હજું જાણવા મળ્યું નથી.
આગનું કારણ અકબંધ
યૂક્રેનમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર 28 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું એક વિમાન શુક્રવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 22 લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો 6 લોકોના કોઈ સમાચાર નથી.ઘટનાની જાણકારી યૂક્રેન મંત્રીએ આપી હતી. તેઓએ કહ્યું હતું કે વિમાનમાં મોટાભાગે સવારી કરનારામાં વિદ્યાર્થીઓ હતા. આ સાથે 7 ક્રૂ મેમ્બર્સ પણ હતા. ઘટના કયા કારણે બની છે તેનું કારણ જાણવાની તપાસ થઈ રહી છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે તેઓ જલ્દી જ ઘટનાસ્થળે જશે.