
ગુજરાતમાં લોકડાઉન મુદ્દે સવાલ કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે રાજ્યમાં હાલ તો 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ કરવામાં આવ્યું છે અને અનેક તાલુકા અને શહેરોમાં વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યાં છે. ગ્રામ્ય, તાલુકા કક્ષાએ સ્વૈચ્છિક લોકડાઉન લાગી રહ્યા છે જેમાં વેપારી સંગઠનો બજારો બંધ રાખવાનો જુદી જુદી રીતે નિર્ણય કરી રહ્યા છે અને બજારોમાં ભીડ ન ઉમટે તે માટે પ્રયત્નો ચાલુ છે. રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશુ.
ટેસ્ટિંગની કિંમત 800 કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ઘરેથી ટેસ્ટિંગનાં 1100 રૂપિયા વસુલાતા હતા. હવે તેમાં 200નો ઘટાડો કરી ઘરે કે હોસ્પિટલમાંથી ટેસ્ટિંગ કરાવવા ઇચ્છતા હોય તો 900 રૂપિયા જ ચાર્જ વસુલવાનો રહેશે. કોઇ વ્યક્તિ લેબોરેટરી પર ટેસ્ટ કરાવે તો અત્યાર સુધી 800 ચાર્જ થતો હતો તેમાં 100નો ઘટાડો કરી 700 રૂપિયા જ ચુકવવાનાં રહેશે. નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

નીતિન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 40,99,578 વ્યક્તિઓને સરકાર દ્વારા મફતમાં RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. 1,59,16,927 રેપિડ એન્ટિજન ટેસ્ટ સરકાર દ્વારા મફતમાં કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં લેબોરેટરી પુર્ણ કરવાનું કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. અને મનપાની લેબોરેટરીમાં મશીનો વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાને વધારાનું મશીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.