
આજના આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં માનવ જિંદગી મોતની સોડ તાણી લે છે એવું જ કાંઈક આદિવાસી નાના બાળકને પેટના દુખાવાના કારણે દોરા ધાગા કરવામાં આવી સારવાર કર્યા વગર સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યાનો કિશો રાજકોટ જિલ્લામાં બનાવ પામ્યો છે ત્યારે અંધશ્રદ્ધામાં ગુજરાત પણ જાણે ઘર કરી ગયું હોય તેમ અનેક બનાવો સમાચાર બની રહ્યું છે ત્યારે છેલ્લા ૧૮ વર્ષથી સુરતમાં કોઈ મહિલા ધૂણવાનું ધતિંગ કરી લોકોને શ્રદ્ધા અશ્રદ્ધામાં મૂકી દેવાનું કરતી હોય તે અંગેની જાણકારી વિજ્ઞાન જાથાને મળતા સુરતની ભૂવિનો પર્દાફાશ કરી દેતા ખળભળાટ વ્યાપી ગયો છે.
જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અમદાવાદ ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરત ના સરથાણા વિસ્તારમાં છેલ્લા ૧૮ વર્ષથી મેલડી માતાજી નું સ્થાન બનાવી બેઠેલા લાભુબેન ભુઈનો પર્દાફાસ કર્યો છે વિજ્ઞાન જાથાના જયંત પંડયા સાથે સુરત પોલીસ કમિશનર સહિત ના પોલીસ ટીમ સાથે રહી સમગ્ર લાભુબેન ભુઈનો પર્દાફાશ કર્યો છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે. જાથાના જયંતભાઈ પંડ્યા ખોટા ભુવા ભંડારીને ખુલ્લા પાડી સમાજમાં અંધશ્રદ્ધા ચલાવનારા સામે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સત્યને ઉજાગર કરી હોવાનો પર્દાફાશ કરી રહ્યા છે.