ગુજરાતન્યુઝ

રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની વાહન ચેકીંગ કરનારો ભેજાબાજ, કાલોલ પોલીસે ઝડપી પાડ્યો..

પંચમહાલ : રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની વાહન ચેકીંગ કરતો અને અમદાવાદમાં પોલીસની ઓળખ આપી કાર ચોરી કરનારો ભેજાબાજ કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

પંચમહાલ જિલ્લા પોલીસના માર્ગદર્શક અને સુચનો મુજબ કાલોલ પોલીસ ગુરૂવારે નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક મારૂતિ સિયાઝ કાર ચાલક શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. જે કાર ચાલકની પુછપરછ કરતા પોતે નરેન્દ્રસિંહ ખુમાનસિહ જાડેજા (રહે. ખીજડીયા, તા.કાલાવાડ જી.જામનગર અને હાલ રહે,નવી મોરવાડ, તા.સુડા જી.સુરેન્દ્રનગર) પાસેથી ગાડીના રજીસ્ટ્રેશનના કાગળો, ડ્રાયવીંગ લાયસન્સ કે અન્ય કોઈ પણ જાતના આધાર પુરાવાઓ નહીં મળતા કાર ચાલકની મારૂતિ સીયાઝ ગાડી કોઈ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાની શંકા પ્રબળ બનતા કાલોલ પોલીસે મારૂતિ સીયાઝ કાર નંબરને ઈ-ગુજકોપ મોબાઈલ પોકેટ કોપ આધારે  માલીકનું નામ સરનામુ શોધી તપાસ કરતા આ કાર શકિતસીહ જાડેજાની હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

જે અંગે કાલોલ પોલીસે કડક પુછપરછ હાથ ધરતા આ મારૂતિ સિયાઝ કારને આ કામના આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિહ જાડેજાએ પોતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી તપાસના કામે અમદાવાદ કાન્હવી હોટલ સામે કાર માલીકને હોટલમાં પૈસા લેવા મોકલીને પોતે કાર માલીકની નજર ચુકવી આ મારૂતિ સિયાઝ કારની ચોરી કરી પોતે અમદાવાદથી પલાયન થઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. જે કાર ચોરી અંગેની ફરિયાદ કાર માલિકે અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી.

આમ અમદાવાદ માંથી મીલ્કત સંબંધી વાહન ચોરીનો ગુન્હો કાલોલ પોલીસ દ્વારા ડીટેકટ કરવામાં સફળતા મળી હતી. તદ્ઉપરાંત વધુ પુછપરછમાં ઉપરોકત આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિહ જાડેજાની કુંડળીમાં ઈ-ગુજકોપ મોબાઈલ પોકેટ કોપ આધારે તપાસ કરતા રાજકોટ શહેરમાં પોતે કોઈ પોલીસ નહીં હોવા છતાં પણ નકલી પોલીસનો યુનિફોર્મ પહેરી પોલીસની ઓળખ આપી જાહેર માર્ગ પર વાહન ચેકિંગ કરતા હોવા અંગેની પણ ફરિયાદ રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આમ રાજકોટ અને અમદાવાદમાં નકલી પોલીસ બનીને કાર ચોરી કરીને ફરાર બનેલો ભેજાબાજ છેવટે કાલોલ પોલીસના સકંજામાં આવી જતા કાલોલ પોલીસે મારૂતિ સિયાઝ કાર જેની અંદાજિત કિંમત રૂ.૭,૫૦,૦૦૦ અને અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૭,૫૫,૦૦૦નો મુદામાલ કબ્જે કરી નરેન્દ્રસિંહ ખુમાનસિહ જાડેજા (ઉ.વ.૨૭) અટકાયતમાં લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − 4 =

Back to top button
Close