ગુજરાતભાવનગર

ભાવનગર અપડેટ..

જુગારની બાજી માંડી બેસેલ આઠ જેટલા અખંડ પત્તાપ્રેમીઓને રોકડ રૂા.૧૩,૧૪૦/- ના ક્વોલીટી કેસ સાથે ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ પ્રોહી. જુગાર ડ્રાઇવ સબબ કામગીરી કરવા સમજ કરતા

આ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ. અનીલભાઇ દામજીભાઇ તથા પોલીસ કોન્સ. નીલેશભાઇ અનીલભાઇ તથા પોલીસ કોન્સ. અજયસિંહ ચંદ્રસિંહ તથા પોલીસ કોન્સ. રવિરાજસિંહ પાવરા તથા પોલીસ કોન્સ.

નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા વિગેરે આજરોજ તા.૨૧/૧૧/૨૦૨૧ ના સાંજના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી./જુગાર સબબ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોલીસ કોન્સ. અનીલભાઈ દામજીભાઈને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આધારભુત હકિકત મળેલ કે બોરડીગેટ, ડો.જાનીના દવાખાના સામેની ગલીમાં બીજલભાઈ રાણાભાઈની ચાલ પાસે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગંજીપાનાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમે છે જે હકિકત આધારે રેઇડ કરતા આઠ આરોપીઓ ગંજીપાનાના પાના-૫૨ તથા રોકડ રૂા.૧૩,૧૪૦/ ના મુદામાલ સાથે મળી આવતા તેઓને જુગારધારા કલમ-૧૨ મુજબ અટક કરી આગળની કાર્યવાહી પોલીસ એ.એસ.આઇ. જે.જે.સરવૈયા સાહેબએ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ-​
(૧) સુરજભાઈ મુકેશભાઈ પડાયા,
(૨) હેમંતભાઈ હરેશભાઈ પડાયા,
(૩) વિશાલભાઈ મહેશભાઈ મકવાણા,
(૪) અંકિતભાઈ દિનેશભાઈ સોલંકી,
(૫) ભોપાભાઈ સોઢાભાઈ ડાબલીયા,
(૬) જતીનભાઈ આલજીભાઈ સોલંકી,
(૭) સમીરભાઈ મહમદભાઈ શેખ,
(૮) કિશોરભાઈ દિનેશભાઇ મકવાણા,
રહે.તમામ બોરડીગેટ, આનંદનગર, ભાવનગર

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen + 20 =

Back to top button
Close