ભાવનગર

ભાવનગર : પતિ-પત્ની અને બે દીકરીઓની સામૂહિક આત્મહત્યા.

ભાવનગરમાં રિટાયર્ડ Dyspના પુત્રએ પત્ની અને બે દીકરી સાથે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી જિંદગી ટૂંકાવી તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી.શહેરના વિજયરાજનગરમાં આ સામુહિક આત્મહત્યાની ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામૂહિક આપઘાત કર્યો છે. રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી જિંદગી ટુંકાવી લીધાનું જાણવા મળ્યું છે. 

 એક જ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે તે સવાલ ઉઠ્યો છે.કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કર્યાની પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે.

પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close