ગુજરાતભાવનગર

ભાવનગર લેટેસ્ટ અપડેટ..

ટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેસેલ સાત જેટલા અખંડ પત્તાપ્રેમીઓને રોકડ રૂા.૩૨,૯૮૦/- ના ક્વોલીટી કેસ સાથે ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ..

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ પ્રોહી. જુગાર ડ્રાઇવ સબબ કામગીરી કરવા સમજ કરતા..

આ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના એ.એસ.આઇ. જે.જે.સરવૈયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ. અનીલભાઇ દામજીભાઇ તથા પોલીસ કોન્સ. નીલેશભાઇ અનીલભાઇ તથા પોલીસ કોન્સ. અજયસિંહ ચંદ્રસિંહ તથા પોલીસ કોન્સ.

રવિરાજસિંહ પાવરા તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા વિગેરે આજરોજ તા.૨૩/૧૧/૨૦૨૧ ના સાંજના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી./જુગાર સબબ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોલીસ કોન્સ. અનીલભાઈ દામજીભાઈ તથા પોલીસ કોન્સ. નીલેશભાઈ અનીલભાઈને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત રીતે આધારભુત હકિકત મળેલ કે અકવાડા ગામ, અવાણીયારોડ, તલાવડી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભેગા મળી પૈસા પાના વડે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમે છે જે હકિકત આધારે રેઇડ કરતા સાત આરોપીઓ ગંજીપાનાના પાના-૫૨ તથા રોકડ રૂા.૩૨,૯૮૦/ ના મુદામાલ સાથે મળી આવતા તેઓને જુગારધારા કલમ-૧૨ મુજબ અટક કરી આગળની કાર્યવાહી પોલીસ એ.એસ.આઇ. જે.જે.સરવૈયા સાહેબએ હાથ ધરેલ છે.


પકડાયેલ આરોપીઓ-​
(૧) નરેશ ઉર્ફે પથુ રતીલાલભાઇ મકવાણા, ઉવ.૩૭ રહે.તરસમીયા ગામ, ભાવનગર
(૨) વિશાલ નગીનભાઇ ગોહેલ, ઉવ.૩૩ રહે.સ્ટેશનરોડ, ભાવનગર
(૩) સંજયભાઇ રામજીભાઇ પરમાર, ઉવ.૩૮ રહે.કરચલીયાપરા, ભાવનગર
(૪) પરબતભાઇ ભોપાભાઇ મકવાણા, ઉવ.૩૪ રહે.અકવાડા ગામ, ભાવનગર
(૫) સંદિપભાઇ મણીભાઇ સિધ્ધપુરા, ઉવ.૩૫ રહે.શીહોર, ટાણા ચોકડી પાસે, ભાવનગર
(૬) પ્રકાશભાઇ ભોપાભાઇ રાઠોડ, ઉવ.૨૪ રહે.કરચલીયાપરા, ભાવનગર
(૭) કિરીટસિંહ અખુભા વાળા, ઉવ.૪૭ રહે.કાળીયાબીડ, ભાવનગર

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 5 =

Back to top button
Close