ગુજરાતભાવનગર

ભાવનગર લેટેસ્ટ અપડેટ;

તળાજા નોકરીયાત સોસાયટી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૪૦ તથા બીયર ટીન નંગ-૩૩૯ મળી કુલ કિ.રૂ.૩,૬૦,૩૩૫/-ના મુદામાલનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી તળાજા પોલીસ ટીમ. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ઇ/ચા પો.અધિ.સા.શ્રી સફીન હસન સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહુવા આર.એચ.જાડેજા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે અન્વયે તા.૨૨/૧૧/૨૦૨૧ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન પ્રોબે.પોલીસ ઇન્સ.આર.ડી.ચૌધરી સાહેબ નાઓને મળેલ હીકકત આધારે તળાજા નોકરીયાત સોસાયટીમાં રહેતા કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા નાઓ પોતાના રહેણાક મકાનમાં આવેલ ઓરડીઓમાં પોતે તેમજ કિશનભાઇ ઉર્ફે શીબો હિતેશભાઇ કાશીયાણી નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારી વેચાણ કરે છે જે બાતમી આધારે રેઇડ કરતા તેના કબ્જા ભોગવટામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૪૦ કિ.રૂ.૩,૨૬,૪૩૫/- તથા બીયર ટીન નંગ-૩૩૯ કિ.રૂ.૩૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૮૫,૩૩૫/-સાથે મજકુરને પકડી પાડેલ
આરોપીઓ

(૧) કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા જાતે.દરબાર ઉ.વ.૨૮ રહે.નોકરીયાત સોસાયટી તળાજા તા.તળાજા જી.ભાવનગર તથા નં.(૨) કિશનભાઇ ઉર્ફે શીબો હિતેશભાઇ કાશીયાણી જાતે.બારોટ રહે.હાલ તળાજા વાળા તથા નં.(૩) પ્રદીપસિંહ ઉર્ફે નાનો કાનો કિરીટસિંહ ગોહિલ રહે.મુળગામ-લાકડીયા હાલ-તળાજા (નં.૨ તથા ૩ હાજર નહી મળી આવેલ) આ સમગ્ર કામગીરીમાં તળાજા પો.સ્ટે.ના પ્રોબે.પી.આઇ. આર.ડી.ચૌધરી તથા ડી સ્ટાફ હે.કો.એ.એસ.મેસરીયા તથા ટાઉન હેડ કોન્સ.આર.ડી.પરમાર તથા પો.કોન્સ.હારીતસિંહ સરવૈયા તથા પો.કોન્સ.નિકુંજભાઇ મહેરા તથા પો.કોન્સ.ભરતભાઇ સાંખટ તથા પો.કોન્સ.દિગ્વિજયસિંહ રાઠોડ તથા પો.કોન્સ.ઘેલુભાઇ રાઠોડ તથા પો.કોન્સ.મુકેશભાઇ બારૈયા તથા મહીલા પો.કોન્સ.સંજનાબેન ભગવાનભાઇ એ રીતેના પો.સ્ટાફ જોડાયા હતા અને પ્રસંશનીય કામગીરી કરેલ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 2 =

Back to top button
Close