ગુજરાતભાવનગર

ભાવનગર લેટેસ્ટ ન્યુઝ..

રોકડ રૂ.૨૬,૯૧૦/-નાં મુદામાલ સાથે જુગાર રમતાં કુલ-૦૪ ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી કે.બી.જાડેજા,પો.સબ.ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ તા.૨૮/૧૧/૨૦૨૧નાં રોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે કુંભણ ગામે પહોંચતા હેડ કોન્સ. જયદાન ભાઇ લાંગાવદરા તથા પો.કોન્સ. બીજલ ભાઇ કરમટીયાને સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે, મનજીભાઇ લાખાભાઇની વાડીની બાજુમાં બાવળની કાંટમાં જાહેર માં અમુક ઇસમો ભેગા થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. જે જગ્યાએ રેઇડ કરતાં જુગાર રમતાં નીચે મુજબના નામવાળા ઇસમો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૬,૯૧૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.

૧. રમેશભાઇ વલ્લભભાઇ બાબરીયા
ઉ.વ.૩૦ રહે.મેકડા તા.સાવર કુંડલા
જી.અમરેલી
૨. અંકિતભાઇ કનુભાઇ વેકરીયા ઉ.વ.૨૪
રહે.પુજા પાદર તા.મોટા લીલીયા
જી.અમરેલી
૩. ભરતભાઇ માધુભાઇ બારૈયા ઉ.વ.૨૮
રહે.મેકડા તા.સાવરકુંડલા જી.અમરેલી
૪. અશ્વિનભાઇ વલ્લભભાઇ મકવાણા
ઉ.વ.૨૭ રહે.મેકડા તા.સાવરકુંડલા
જી.અમરેલી

આ તમામ ઇસમો વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી કે.બી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, બાવકુદાન કુંચાલા તથા પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 10 =

Back to top button
Close