ગુજરાતભાવનગર

મોબાઇલ પોકેટ કોપની મદદથી વાહન ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ભરતનગર પોલીસ ટીમ..

મ્હેરબાન ભાવનગર રેન્જ નાં આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે મિલ્કત સંબધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ની સુચના આપેલ હોય જે અનવ્યે ભાવનગર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના પ્રો પો.ઇન્સ. એચ.વી.રાવલ સા તથા ભરતનગર પો સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવ સાહેબે ભરતનગર પોસ્ટે ના ડી સ્ટાફ ના માણસોને અનડીટેકટ ગુન્હા અંગે ભાર આપી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ..

ઉપરોકત સુચના અને માર્ગદર્શન મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં દરમીયાન તરસમીયા ગામ પાસે આવતા સાથે ના પો.કોન્સ શક્તિસિંહ યુવરાજસિંહ ગોહિલ તથા રાજદિપસિંહ ચંદુભા ગોહિલ ને બાતમીરાહે હકીકત મળેલ કે ખારશી તરફથી એક ઇસમ શંકાસ્પદ કાળા કલર નુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. લઇને આવે છે.

જે આધારે ખારશી રોડ પર આવતા કાળા કલર નુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. પુર ઝડપે ચલાવી આવતો જોવામા આવતા તેને રોકી મો.સા.ના ચાલક નુ સરનામુ પુછતા પોતે પોતાનુ નામ નરેશભાઇ ઉર્ફે ભુરો રાણીગભાઇ વાઘોશી જાતે આહીર ઉવ.૨૨ ધંધો ખેતીવાડી રહે.તણસા ગામ વાડી વિસ્તાર તા.ઘોઘા જી.ભાવનગરવાળો હોવાનુ જણાવેલ અને મજકુર ને મો.સાના દસ્તાવેજ બતાવવા કહેતા પોતાની પાસે ન હોવાનુ અને ખોવાય ગયા છે તેમ જણાવતો હોય જેના આગળ નંબર પ્લેટ નથી તથા પાછળ ની નંબર પ્લેટ ન હોય અને પોકેટકોપ મોબાઇલમા સર્ચ કરતા જેના એન્જીન નં HA10AGJ5B21059 તથા ચેસીસ નં. MBLHAR07XJ5B10868 ખરા હોવાનુ જણાય આવેલ..

સદરહુ મો.સા. આરોપીએ ચોરી કરી અગરતો છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા બાદ મજકુર ઇસમની આગવી ઢબે પુછપરછ કરતા સદરહુ મો.સા આજથી છ માસ પહેલા સુરત થી ચોરી કરેલ છે જેથી મો.સા ની કિંમત રૂ.૧૦,૦૦૦/- ગણી શકપડતી મિલક્ત માની સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે અને અને મજકુર ઇસમને કઃ.૧૭/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં આવેલ છે. જે મો.સા અંગે ખરાઇ કરતા સુરત ના કાપોદ્રા પોલીસ સ્ટેશનમા ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૧૧૬૪/૨૦૨૧ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ ગુનો રજી થયેલ હોય જેથી આગળની કાર્યવાહી માટે સુરત ના કાપોદ્રા પો.સ્ટેને જાણ કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનના પ્રો પો.ઇન્સ. એચ.વી.રાવલ સા તથા ભરતનગર ના ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફ ના હે.કો. પ્રકાશભાઇ એમ ગોહેલ તથા પો.કોન્સ. ઇરફાનભાઇ સતારભાઇ અગવાન તથા ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા શકિતસિંહ યુવરાજસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ પ્રભાતસિંહ ગોહિલ તથા રાજદિપસિંહ ચંદુભા ગોહિલ ના માણસો જોડાયા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + four =

Back to top button
Close