ક્રાઇમદેવભૂમિ દ્વારકા

ભાણવડ : ઓટો સેક્ટરના ધંધાર્થી દુકાનદારે શરુ કરી દીધો ગાંજાનો ધંધો

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથકે એક દુકાનદારે ઓટો સેક્ટરના ધંધાની આડમાં દુકાનમાં ગાંજાનું વેચાણ શરુ કરી દેતા સ્થાનિક પોલીસે ગઈ કાલે દુકાનદારને ગાંજા સાથે આંતરી લીધો છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ખાતે રહેતો અને પોલીસ દફતરથી માત્ર પોણો કીમી દુર જ કૃષ્ણ ઓટો નામની દુકાન ધરાવતો સખ્સ ઓટોની સાથે ગાંજાનો ધંધો શરુ કરી દીધો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ગઈ કાલે દરોડો પાડ્યો  હતો જેમાં રણજીતપરા, પ્રકાશનગર સોસાયટી, ભમ્મરીયા નદીના કાંઠે રહેતો દુકાનદાર ધર્મેન્દ્રસિંહ ભીમુભા રતનસંગ જેઠવા દુકાન અંદરથી રૂપિયા ૧૩૧૦ની કીમતના ૧૩૧ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડાઈ ગયો હતો. પોલીસે આરોપીના કબજામાંથી ગાંજો અને મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા સહીત કુલ ૮૯૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે આરોપી સામે એન.ડી.પી.એસ. કલમ ૮(સી) ૨૦(૨-એ) મુજબ ફરિયાદ નોંધી આ જથ્થો ક્યાંથી લઇ આવ્યો છે અને કેટલા સમયથી ધંધો કરે છે? સહિતનો તાગ મેળવવા પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરુ કરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − one =

Back to top button
Close