છેલ્લા સાત દિવસથી બેટદ્વારકા અંધારામાં ગરકાવ…
વાયરીંગ રીપેર ન થતા આ જનરેટર સેટ મોકલવામાં આવ્યા..
છેલ્લા સાત દિવસથી પવિત્ર યાત્રાધામ બેટદ્વારકામાં લાઇટ ચાલી જતા આખુ બેટદ્વારકા અંધારામા ગરકાવ થયુ છે. આવતો છેલ્લા કેટલાક સમયથી લાઇટનાં ધાંધીયા ચાલુ જ છે. લાઇટ માટે સરકારે દરિયા માંથી વિજદોરડા નાખી બેટ દ્વારકામાં લાઇટની વ્યવસ્થા કરી છે.પણ એક યા બીજી રીતે લાઇટના દોરડા તુટી જતા બેટવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સાત દિવસ પહેલા પણ લાઇટ જતા અને બે દિવસ સુધી ન આવતા બેટવાસીઓ ઉકળાઇ ઓખા ખાતે આવેલ વિજ કચેરીને ધેરો ધાલ્યો હતો. અને તુરંત લાઇટ આપવા જણાવવામાં આવ્યું હતું. જેથી વિજઅધીકારીઓ લોકોનો રોષ પારખી જતા, ધારણા આપી થોડીવારમાં લાઇટ આવી જશે. તેમ જણાવ્યું હતું પરંતુ તે બનાવને આજ ત્રણ દિવસ થયા છતા કોઇ ઉકેલ આવ્યો ન હતો.

તેથી સ્થાનિક લોકોએ પુર્વ ધારાસભ્ય પબુભા માણેકને વિનંતી કરતા, તેઓએ મધ્યસ્થા કરી હતી. છતા અત્યાર સુધી લાઇટ ન આવતા આઠ જેટલા જનરેટર મોકલવામાં આવ્યા છે.