આંતરરાષ્ટ્રીય

બંગાળ- કેરળથી અલકાયદાના 9 આતંકી ઝડપાયા,

પાકિસ્તાની આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પરથી હુમલાની ટ્રેનિંગ લીધી, અન્ય ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે

દિલ્હી-NCR અને ભીડભાડ વાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી

આ લોકોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલકાયદા આતંકવાદીઓએ કટ્ટરપંથી ગણાવ્યા હતા પશ્વિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમથી અલકાયદાના નવ આતંકીઓને ઝડપી લેવાયા છે. આ કાર્યવાહી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ(NIA) કરી છે. NIAની કાર્યવાહી હાલ ચાલું છે.

આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્ર એ બે મહિના પહેલાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં આંતકી હોઈ શકે છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકી સંગઠન હુમલાનું કાવતરુ ઘડી રહ્યા છે.તે ઉમરની મોતનો બદલો લેવા માટે વિસ્તારમાં જવાબી કાર્યવાહીનું કાવતરું ઘડી રહ્યો છે.

NIAના જણાવ્યા પ્રમાણે, શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે આ લોકોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલકાયદા આતંકવાદીઓએ કટ્ટરપંથી ગણાવ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી લ્યૂ ઈન અહમદ અને અબુ સૂફિયાન પશ્વિમ બંગાળથી, જ્યારે મોસારફ હુસૈન અને મુર્શીદ હસન કેરળથી છે.

હથિયાર, વિસ્ફોટક અને કવચ પણ મળ્યા…
દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ડિઝીટલ ડિવાઈસ, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, ફાયર આર્મ્સ, ઘરમાં જ બનાવાયેલા કવચ અને એક્સપ્લોસિવ ડિવાઈઝ પણ જપ્ત કરવામા આવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે- અલકાયદાના 200 આંતકીઓ હોઈ શકે છે
રિપોર્ટમાં IS ને મદદ કરતાં એક દેશે જણાવ્યું હતું કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદાના 170 થી 200 આતંકીઓ છે. તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના છે. ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદા ISના સહયોગી છે.અંદાજે 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી કાશ્મીરના ઘણાં આતંકી સંગઠનોમાં કામ કરી ચૂક્યો હતો. ત્યારપછી તે ISમાં સામેલ થયો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + seventeen =

Back to top button
Close