દ્વારકા જગત મંદિર બહાર ફોટો ગ્રાફી નો ધંધો કરતા ફોટો ગ્રાફર બન્યા બેહાલ..

છેલ્લા સાત મહીના થી ફોટો ગ્રાફી નો ધંધો બંધ થતા ધર પરીવાર નુ ગુજરાન ચલાવવું ભારે મુશ્કીલ થયુ
દ્વારકા ધીસ મંદીર બહાર પરીસરમા ફોટો ગ્રાફી માટે ફરી ધંધો ચાલુ કરવા માગ
કે અમે છેલ્લા ધણા વષોઁ થી દ્વારકા ધીસ મંદીર બહાર પરીસરમા ફોટો ગ્રાફી કરી ને અમે અમારા ધર પરીવાર નુ ગુજરાન ચલાવીએ છીએ જયારથી ભારત દેસમા કોરોના વાઇરસ ફેલાયેલો ત્યારબાદ સરકાર ની ગાઇડલાઇન મુજબ અનેક મંદિરો બંધ કરાયા જે આપણું દ્વારકા ધીસ જગત મંદિર ને પણ બંધ કરાયુ.
ત્યારબાદ લોકડાઉન ધીમે ધીમે સરકાર ની ગાઇડલાઇન મુજબ અનલોક થતાગયા ને મંદિરો ને સરકાર ની ગાઇડલાઇન મુજબ ખુલ્લા મુકાયા. આપ સહેબ ને ખાસ જણાવવા નુ કે અમે છેલ્લા અંદાજીત સાત મહીના થયા ધંધા રોજગાર વગરના થયગયા છીએ અમારી આજીવિકા આ ફોટોગ્રાફી ના ધંધા ઉપરજ હતી ને મોટાભાગના ફોટો ગ્રાફી કરી ને અમે અમારા ધર પરીવાર નુ ગુજરાન ચલાવતા હતા.
હાલમા અમે ધંધા રોજગાર વગરના થયગયા છીએ ધર પરીવાર ચલાવી સકતા નથી કેમેરા લોન ઉપર લીધા હોય લોનના હપ્તા ભરી સકતા નથી. હાલમા ધંધા રોજગાર વગર જીવન જીવવુ ભારે મુશ્કેલ થય રહ્યું.
હવે તો દરેક ધંધા રોજગાર મા સરકારે નિયમો અનુસાર ખુલ્લા મુકાયા છે. તો અમે જે દ્વારકાધીશ મંદીર પરિસર બહાર કે જયા એમે વષોઁ થી ફોટો ગ્રાફી નો ધંધો કરીરયા હતા એજ જગ્યા એ ફરી સરકાર ની ગાઇડલાઇન મુજબ અમને ફોટો ગ્રાફી નો ધંધો કરવાની છુટ મળે તેવી આમારી માગણી ને લાગણી છે. અમે દરેક ફોટો ગ્રાફી નો ધંધો કરતા હોઇએ હાલ ની પરીસ્થિતિ દરેક ફોટો ગ્રાફી ની અત્યંત ખરાબ હાલત મા છે