જો તમે ફોન બેંકિંગનો ઉપયોગ કરો છો તો રહો સાવચેત! દેશમાં સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે…

જો તમે સ્માર્ટ ફોન, કમ્પ્યુટર્સ, નેટ બેન્કિંગ, ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરો છો, તો થોડું ધ્યાન રાખજો. કારણ કે તાજેતરના એનસીઆરબીના અહેવાલ મુજબ, ભારતમાં સાયબર ફ્રોડ 2019 માં 64 ટકા વધી છે. એનસીઆરબીના ડેટામાં જણાવાયું છે કે 2019 માં સાયબર ક્રાઇમના 44,546 કેસ નોંધાયા છે. જે 2018 માં 28,248 નોંધાઈ હતી.

આ રાજ્યમાં સૌથી વધુ છેતરપિંડીના કેસો સામે આવ્યા છે
કર્ણાટકમાં સૌથી વધુ સાયબર ગુનાના કેસો નોંધાયા છે (12,020 )ત્યારબાદ ઉત્તર પ્રદેશ (11,416), મહારાષ્ટ્ર (4,967), તેલંગાણા (2,691) અને આસામ (2,231) છે. મોટાભાગની છેતરપિંડીઓ કમ્પ્યુટર દ્વારા થઈ રહી છે. આ અહેવાલ મુજબ, 5.1 ટકા કેસ જાતીય હિંસાથી સંબંધિત છે.

મળતી માહિતી પ્રમાણે, મહાનગરોમાં કુલ 18,372 કેસ નોંધાયા છે, જે 81.9 ટકાનો વધારો છે. મહત્તમ સંખ્યાના કેસ (13,814) કમ્પ્યુટર સંબંધિત ગુનાઓ (આઇટી એક્ટની કલમ 66) હેઠળ પણ ડેટા રેકોર્ડ કરવામાં આવ્યા હતા.